યુએસ સેનેટર લિન્ડસે ગ્રેહામે ઈરાન સાથેના સંભવિત કરાર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ઈરાન સાથેનો કોઈપણ કરાર જે તેને સમય જતાં મજબૂત બનવા દે છે તેનાથી લેબનોન અને ઇરાકમાં અસ્થીરતા વધી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે આ કરાર હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ તણાવને વધુ વધારી શકે છે.
ગ્રેહામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર કહ્યું કે જા પશ્ચિમ એશિયાઈ ક્ષેત્રમાં સંદેશ જશે કે આ કરાર ઈરાનને લાંબા ગાળાની શક્તી આપશે, તો તે લેબનોનમાં હિઝબુલ્લાહ અને ઇરાકમાં શિયા આતંકવાદી જૂથોને વધુ મજબૂત બનાવશે. તેમણે કહ્યું કે આવા કરારથી પ્રાદેશિક સંઘર્ષો વધુ ભડકી શકે છે.
યુએસ કોંગ્રેસમેનએ એમ પણ કહ્યું કે જા કોઈ કરાર એવી ધારણા પર આધારિત હોય કે હોર્મુઝ સ્ટ્રેટને ઈરાની ધમકીઓથી સુરક્ષિત રાખી શકાતું નથી અને ઈરાન પાસે ગલ્ફ ક્ષેત્રના તેલ માળખાને નુકસાન પહોંચાડવાની ક્ષમતા છે, તો તે તેહરાનને આ ક્ષેત્રમાં એક પ્રભાવશાળી શક્તી તરીકે જાવામાં આવશે.
ગ્રેહામના મતે, જા ઈરાનને લાંબા સમય સુધી સ્ટ્રેટમાં દબાણ લાવવા અને ગલ્ફ દેશોના તેલ સ્થાપનોને નુકસાન પહોંચાડવા માટે સક્ષમ માનવામાં આવે છે, તો તે પશ્ચિમ એશિયામાં શક્તીનું સંતુલન બદલી શકે છે. તેમણે કહ્યું કે આ પરિસ્થીતિ ભવિષ્યમાં ઇઝરાયલ માટે ગંભીર પડકાર ઉભો કરી શકે છે.
જાકે, ગ્રેહામે એમ પણ કહ્યું કે તેઓ એ ખ્યાલ સાથે અસંમત છે કે ઈરાનને સ્ટ્રેટમાં દબાણ લાવવાથી રોકી શકાતું નથી. તેમણે પ્રાદેશિક સુરક્ષાને મજબૂત બનાવવાની અને યોગ્ય વ્યૂહરચના અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્્યો.
દરમિયાન, ઝિમ્બાબ્વેમાં ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા પર યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મજાક ઉડાવતા કહ્યું, “હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં આવશે. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર. એક સારા માણસે આ વાત કહી.” બીજી બાજુ, ઈરાને યુએસ પ્રમુખ ટ્રમ્પના દાવાને નકારી કાઢ્યો કે પ્રસ્તાવિત કરાર પછી હોર્મુઝ સ્ટ્રેટ તેની પાછલી સ્થીતિમાં પાછો આવશે.
ઈરાનની અર્ધ-સત્તાવાર ફાર્સ ન્યૂઝ એજન્સી અનુસાર, તેહરાન ફક્ત યુદ્ધ પહેલાના સ્તરે જહાજાની હિલચાલ પુનઃસ્થાપિત કરવા માટે સંમત થયું છે, પરંતુ આનાથી હિલચાલની સંપૂર્ણ સ્વતંત્રતા પુનઃસ્થાપિત થશે નહીં. અહેવાલમાં જણાવાયું છે કે હોર્મુઝ સ્ટ્રેટનું સંચાલન, જેમાં જહાજાના માર્ગો, તેમની હિલચાલનો સમય અને પરવાનગી આપવાનો અધિકાર શામેલ છે, તે ઈરાનના સંપૂર્ણ નિયંત્રણ હેઠળ રહેશે.











































