પ્રશ્ન ૧ઃ પેશન ફ્રુટ શું છે અને તેનો ઉપયોગ શું છે?
જવાબઃ • પેશન ફ્રુટ એક બહુવર્ષીય વેલ પાક છે. • તેનો ઉપયોગ મુખ્યત્વે જ્યુસ, સ્ક્વોશ, આઈસ્ક્રીમ અને તાજા ફળ તરીકે થાય છે. • આ ફળમાં વિટામિન C, વિટામિન છ અને એન્ટીઆૅક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે, તેથી આરોગ્ય માટે ખૂબ લાભદાયક છે.
પ્રશ્ન ૨ઃ પેશન ફ્રુટ માટે કયું હવામાન અને માટી યોગ્ય છે?
જવાબઃ • પેશન ફ્રુટને ઉષ્ણ કટિબંધીય અને ઉપઉષ્ણ કટિબંધીય હવામાન અનુકૂળ છે. • ૨૦ થી ૩૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન શ્રેષ્ઠ છે. • માટી તરીકેસારી નિકાસવાળી રેતીલી દોઢમાટી, pH ૫.૫ થી ૬.૫ હોવી જોઈએ. પાણી ભરાય તેવી જમીન ટાળવી.
પ્રશ્ન ૩ઃ પેશન ફ્રુટની કઈ જાતો ઉપલબ્ધ છે?
જવાબઃ ભારતમાં અને વિશ્વભરમાં પેશન ફ્રૂટની અનેક જાતો જોવા મળે છે. પરંતુ ભારતમાં વ્યાવસાયિક ખેતી માટે મુખ્યત્વે પીળો પેશન ફ્રૂટ, જાંબલી (પર્પલ) પેશન ફ્રૂટ અને ‘કાવેરી’ હાઈબ્રિડ (જાંબલી પીળો) વધારે પ્રચલિત છે.
૧) પીળો પેશન ફ્રૂટ (Yellow Passion Fruit) • આ જાતની ચાણવાળા વિસ્તારો માટે વધુ યોગ્ય છે. • ઠંડી હવામાન માટે સંવેદનશીલ હોવાથી ઉંચાઈવાળા વિસ્તારમાં ઉત્પાદન ઓછું આપે છે.
• ફળનું કદ જાંબલી જાત કરતાં મોટું હોય છે. • એક ફળનું વજન આશરે ૬૦-૬૫ ગ્રામ હોય છે.• ફળ ગોળ આકારનું, પીળા ધબ્બાવાળું અને પાકે ત્યારે સોનેરી પીળા રંગનું થઈ જાય છે. • રોગ અને જીવાત સામે સારી સહનશક્તિ ધરાવે છે.
૨) જાંબલી પેશન ફ્રૂટ Purple Passion Fruit
• આ જાતઉંચાઈવાળા અને ઠંડા વિસ્તારોમાં સારી ઉપજ આપે છે. • એક ફળનું વજન આશરે ૩૫-૫૦ ગ્રામ અને વ્યાસ લગભગ ૫ સેમીહોય છે. • પાકે ત્યારે ફળઘાટા જાંબલી રંગનું બને છે. • રસનું પ્રમાણ આશરે ૩૦-૩૫% હોય છે. • આ જાતસારા સ્વાદ અને પોષક ત¥વોમાટે ખાસ જાણીતી છે.
૩) કાવેરી હાઈબ્રિડ પેશન ફ્રૂટ (Hybrid Kaveri) • આ જાત જાંબલી પીળા પેશન ફ્રૂટનો સંકરણ છે. • કર્ણાટક સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોર્ટિકલ્ચરલ રિસર્ચ IIHR દ્વારા વિકસાવવામાં આવી છે. • પીળી અને જાંબલી જાતની સરખામણી એ ઉચ્ચ ઉપજ આપતી શ્રેષ્ઠ જાત છે. • એક ફળનું વજન આશરે ૯૦–૧૧૦ ગ્રામ થાય છે. • ફળ જાંબલી રંગનું હોય છે અને તેની ગુણવત્તા લગભગ જાંબલી જાત જેવી જ હોય છે. • સામાન્ય રોગો અને જીવાત સામે ઉચ્ચ સહનશક્તિ ધરાવે છે.
પ્રશ્ન ૪ઃ પેશન ફ્રુટનું વાવેતર ક્યારે અને કેવી રીતે કરવું?
જવાબઃ • પેશન ફ્રૂટના છોડનું પ્રજનન મુખ્યત્વેબીજ દ્વારા, કટિંગ દ્વારા અને ગ્રાફિંટીંગ (કલમ)દ્વારા કરવામાં આવે છે. • કટિંગની તુલનામાંબીજથી ઉગેલા છોડ અને ગ્રાફ્‌ટ કરેલા છોડ વધુ તાકાતવાન હોય છે. જોકે, વનસ્પતિ પ્રજનન પધ્ધતિ (કટિંગ/કલમ)માં વધારે સમય લાગતો હોવાથી ખેડૂતોએ સામાન્ય રીતેબીજ દ્વારા પ્રજનન વધુ પસંદ કરે છે.
૧) બીજ દ્વારા પ્રજનન (Seed Propagation))• સારી જાત અને વધુ ઉત્પાદન આપતી માતૃ વેલમાંથી ગુણવત્તાવાળા બીજ લેવા. • ફળમાંથી પલ્પ કાઢ્યા બાદ તેમાંના બીજને અલગ કરવા માટે પલ્પને ૩ દિવસ સુધી ફરમેંટ થવા દેવું. • માર્ચ-એપ્રિલ મહિનામાંસારી રીતે તૈયાર કરેલા નર્સરી બેડમાં બીજ વાવવું. • જ્યારે છોડમાં ૫ થી ૬ પાંદડાઆવી જાય ત્યારે તેને ૧૦ × ૨૨ સે.મી.ના પોલી બેગમાં રોપવા. • પોલી બેગમાં માટીઃ ખાતર (કોમ્પોસ્ટ): રેતી ૨ : ૧ : ૧ના પ્રમાણમાં ભરવી. • આવા રોપા લગભગ ૩ મહિનામાં મુખ્ય ખેતરમાં રોપાણ માટે તૈયાર થઈ જાય છે.
૨) વનસ્પતિ દ્વારા પ્રજનન (Vegetative Propagation – f®x„ – કટિંગ) • અર્ધ કઠિન (સેમી હાર્ડવુડ) ડાળીમાંથી આશરે ૩૦ સે.મી. લંબાઈનીઅને ઓછામાં ઓછા ૩ ગાંઠ (નોડ)ધરાવતી કટિંગ લેવી. • મૂળ નીકળવા માટે કટિંગને રેતીના બેડ અથવા કુંડામાં મૂકવી. • મૂળ સારી રીતે વિકસે તે માટે પછી તેને પોલીબેગમાં ખસેડવી. • મૂળવાળી કટિંગ લગભગ ૩ મહિનામાં મુખ્ય ખેતરમાં રોપાણ માટે તૈયાર થઈ જાય છે.
વાવેતર માટે શ્રેષ્ઠ સમયઃ • ચોમાસુંઃ જૂન-જુલાઈ • સિંચિત વિસ્તારઃફેબ્રુઆરી–માર્ચ ૪૫ × ૪૫ × ૪૫ સે.મી.ના ખાડા કરી તેમાં ૧૦-૧૫ કિ.ગ્રા છાણ ખાતર અને ૨૫૦ ગ્રામ લીંબોળીનો ખોળ ભરી૨.૫ × ૩ મીટર અંતરે વાવેતર કરવું.
પ્રશ્ન ૫ઃ પેશન ફ્રુટ માટે આધાર કેમ જરૂરી છે?
જવાબઃ • પેશન ફ્રુટ વેલ પાક હોવાથી તેને આધાર વિના ઉગાડી શકાય નહીં. • પેશન ફ્રૂટની વેલને શરૂઆતમાં જમીનથી લઈને ટ્રેલિસ (તારની માળખી)ની ઊંચાઈ સુધી એક જ સીધી, શાખાવિહોણી ડાળી રાખીને ઉછેરવી જોઈએ. • ટ્રેલિસની ઊંચાઈ પહોંચ્યા પછી તેમાંથી બે તાકાતવાન ડાળીઓપસંદ કરી, તેને તાર પરએકબીજાની વિરુધ્ધ દિશામાં ફેલાવવી. • પેશન ફ્રૂટ માટે સૌથી સસ્તી અને અસરકારક ટ્રેનિંગ પધ્ધતિ “નિફિન સિસ્ટમ (Kniffin System)” માનવામાં આવે છે.
નિફિન સિસ્ટમની વિગતોઃ
• આશરે ૨.૫ મીટર ઊંચા થાંભલાઉભા કરવા. • એક થાંભલા વચ્ચેનું અંતર ૩ મીટરરાખવું. • થાંભલાઓ પર ૯ થી ૧૦ ગેજની ૪ તારની લાઈનોઆડવી રીતે ખેંચવી.• વેલની ડાળીઓને આ તાર પર ચડાવી સારી રીતે ફેલાવવી.
આ પધ્ધતિથી વેલને યોગ્ય પ્રકાશ, હવા મળે છે અને ઉત્પાદન વધે છે તેમજ સંભાળ સરળ બને છે.
બાવર સિસ્ટમ અથવા વાયર ટ્રેલિસ પધ્ધતિ શ્રેષ્ઠ છે.
આધારથીઃ
• વધુ ફૂલ આવે
• ફળની ગુણવત્તા સુધરે
• કાપણી સરળ બને
પ્રશ્ન ૬ઃ ખાતર અને સિંચાઈ કેવી રીતે કરવી?
જવાબઃ પ્રતિ છોડ દર વર્ષેઃ • ૨૦–૨૫ કિ.ગ્રા છાણીયું ખાતર • નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ બે હપ્તામાં આપવું
સિંચાઈ માટેઃ • ફૂલ અને ફળ વિકાસ દરમિયાન નિયમિત પાણી • ડ્રિપ સિંચાઈ ખૂબ લાભદાયક
પ્રશ્ન ૭ઃ પેશન ફ્રુટમાં ફૂલ અને ફળધારણ કેવી રીતે થાય છે?
જવાબઃ • ઘણી જાતોમાં સ્વ-પરાગણ શક્ય નથી. • પરાગણ મુખ્યત્વે કાર્પેન્ટર માખી દ્વારા થાય છે. પરાગણ ઓછું હોય તો હાથથી પરાગણકરીને ફળધારણ વધારી શકાય છે.
પ્રશ્ન ૮ઃ મુખ્ય જીવાત અને રોગ કયાં-કયાં છે?
જવાબઃ જીવાતોઃ ફળમાખી, મોલો અને થ્રિપ્સ, રોગોઃ ફ્યુઝેરિયમ વિલ્ટ, રૂટ રોટ અને વુડિનેસ વાયરસ
નિયંત્રણ માટેઃ • રોગમુક્ત છોડ વાપરવા
• લીમડા આધારિત દવાઓ • જરૂર મુજબ જંતુનાશક દવાઓ
પ્રશ્ન ૯ઃ કાપણી ક્યારે કરવી અને કેટલું ઉત્પાદન મળે?
જવાબઃ • ફૂલ આવ્યા પછી ૭૦–૮૦ દિવસમાં ફળ તૈયાર થાય છે. • ફળ રંગ બદલાય અથવા જમીન પર પડે ત્યારે કાપણી કરવી.
ઉત્પાદનઃ • પ્રથમ વર્ષઃ ૩–૫ ટન પ્રતિ હેક્ટર • બીજા વર્ષથીઃ ૮–૧૨ ટન પ્રતિ હેક્ટર
પ્રશ્ન ૧૦ઃ પેશન ફ્રુટ ખેતી નફાકારક છે કે નહીં?
જવાબઃ હા,મધ્યમ ખર્ચ તેમજ બીજા વર્ષથી સારો નફો મળી શકે. • પ્રોસેસિંગ અને નિકાસમાં ઊંચી માંગ અને યોગ્ય પધ્ધતિ અપનાવીએ તો પેશન ફ્રુટની ખેતી નફાકારક સાબિત થઈ શકે.