સાન ડિએગોમાં બે હુમલાખોરોએ એક મસ્જીદમાં ગોળીબાર કર્યો હતો. તેમણે ત્રણ લોકોને ગોળી મારીને મારી નાખ્યા હતા. ઘટનાના થોડા અંતરે, તેઓએ આત્મહત્યા કરી લીધી હતી. અહેવાલો અનુસાર, બંને હુમલાખોરો સગીર હતા. સાન ડિએગો પોલીસ વડા સ્કોટ વાહલે જણાવ્યું હતું કે સાન ડિએગોના ઇસ્લામિક સેન્ટર પર થયેલા હુમલાની તપાસ નફરતના ગુના તરીકે કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે “આ ઘટનાનું કારણ બનેલા સંજાગો” આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.
પોલીસ વડા વાહલે જણાવ્યું હતું કે અધિકારીઓ દિવસની શરૂઆતમાં એક કિશોરની માતા સાથે વાત કરી રહ્યા હતા. માતાએ સવારે ૯ઃ૪૦ વાગ્યાની આસપાસ પોલીસનો સંપર્ક કર્યો અને જાણ કરી કે તેનો પુત્ર ગુમ થઈ ગયો છે, તેની સાથે અનેક હથિયારો અને તેની કાર પણ હતી. વાહલે કહ્યું, “તે ધીમે ધીમે સમજવા લાગી હતી કે તે કઈ ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહી છે, અને તે આ માહિતી અમારા અધિકારીઓ સાથે શેર કરી રહી હતી. અમે માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા જેથી અમે આ ઘટનાને શક્ય તેટલી ઝડપથી રોકી શકીએ.”
વાલે જણાવ્યું હતું કે માતાને એક નોંધ પણ મળી હતી. તેણે નોંધની સામગ્રી જાહેર કરી ન હતી, પરંતુ આ બાબત વિશે કહ્યું હતું કે, “તેમાં ચોક્કસપણે દ્વેષપૂર્ણ ભાષા હતી.” જોકે, વાહલે એ પણ સ્પષ્ટતા કરી હતી કે સાન ડિએગોના ઇસ્લામિક સેન્ટર સામે કોઈ ચોક્કસ ધમકીઓ આપવામાં આવી નથી. વાહલે જણાવ્યું હતું કે જેની માતાએ પોલીસનો સંપર્ક કર્યો હતો તે કિશોર ઇસ્લામિક સેન્ટરથી લગભગ એક માઇલ દૂર સ્થિત મેડિસન હાઇ સ્કૂલનો વિદ્યાર્થી હતો. પોલીસે હજુ સુધી કિશોરોના નામ જાહેર કર્યા નથી.
વાલે કહ્યું કે માર્યા ગયેલા લોકોમાં એક મસ્જીદ સુરક્ષા ગાર્ડ પણ હતો. પોલીસ માને છે કે હુમલાને “વધુ ભયાનક” બનતા અટકાવવામાં ગાર્ડે “મહત્વપૂર્ણ ભૂમિકા” ભજવી હતી. અધિકારીઓ હજુ પણ સુરક્ષા ગાર્ડની પ્રતિક્રિયા અને ક્રિયાઓની સમીક્ષા કરી રહ્યા છે, પરંતુ “એ કહેવું સંપૂર્ણપણે વાજબી છે કે તેના કાર્યો અત્યંત પરાક્રમી હતા.” “કોઈ શંકા વિના, તેણે આજે ઘણા લોકોના જીવ બચાવ્યા,” વાહલે કહ્યું.







































