ધાતરવડી-૧ સિંચાઈ યોજનામાં પાણીનો સંગ્રહ વધારવા માટે ખેડૂતોની લાંબા સમયની માગણીનો સુખદ અંત આવ્યો છે. રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને ગુજરાત બજાર નિયંત્રણ બોર્ડના પ્રમુખ જીગ્નેશભાઈ પટેલના વિશેષ પ્રયાસોથી ડેમને ઊંડો ઉતારવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કોટડી જિલ્લા પંચાયતના સદસ્ય વીરભદ્રભાઈ ડાભીયા, માર્કેટયાર્ડના ડાયરેક્ટર રમેશભાઈ વસોયા, તાલુકા પંચાયતના પ્રતિનિધિ હિંમતભાઈ બલદાણીયા અને ભુપતભાઈ ડોળાશિયા ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી તંત્ર તરફથી નાયબ કાર્યપાલક ઇજનેર કળસરિયા સાહેબ, સેક્શન અધિકારી જાનીભાઈ અને બાલુભાઈની પ્રેરક ઉપસ્થિતિમાં આ કામગીરીનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી આગામી સમયમાં જળસ્તર ઊંચા આવશે અને વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.






































