ડો. જીવરાજ એન. મહેતા સરકારી પોલિટેકનિક, અમરેલી દ્વારા ધોરણ ૧૦ પછીના પ્રથમ વર્ષ ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમો (વર્ષ ૨૦૨૬-૨૭) માટે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા અને કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ (છઝ્રઁડ્ઢઝ્ર) ના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ સેમિનારનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને વાલીઓની પ્રવેશ પ્રક્રિયા અંગેની મૂંઝવણો દૂર કરવાનો છે.
આ વિશેષ સેમિનાર આગામી ૧૬ મે, ૨૦૨૬, શનિવારના રોજ સવારે ૧૧ઃ૦૦ થી ૧ઃ૦૦ કલાક દરમિયાન લાઠી રોડ સ્થિત સરકારી પોલિટેકનિક ખાતે યોજાશે. તજજ્ઞો દ્વારા પ્રવેશના ક્રમિક પગલાં અને વિવિધ કોર્સીસની સચોટ માહિતી આપવામાં આવશે. સંસ્થા દ્વારા તમામ રસ ધરાવતા વિદ્યાર્થીઓ અને વાલીઓને આ માર્ગદર્શનનો લાભ લેવા સમયસર હાજર રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.