સાવરકુંડલા તાલુકાના મેરીયાણા ગામે બોદર પરીવારના કુળદેવી ખોડીયાર માતાજી અને બ્રહ્માણી માતાજીના નવનિર્મિત મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા. ૮, ૯ અને ૧૦ મે ના રોજ યોજાયો હતો. આ તકે ૧૫ કુંડી મહાયજ્ઞમાં આજુબાજુના ૬૦ જેટલા ગામોના બોદર પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદીપ પાઘડી, લોકસાહિત્યકાર કિશન રાદડિયા અને ચિરાગ પટેલે મધુર સંતવાણી સંભળાવી હતી. મેરીયાણા ગામના લોકો પણ આ ધાર્મિક કાર્યમાં જોડાયા હતા. ખોડીયાર માતાજી અને બ્રહ્માણી માતાજીની મૂર્તિની શોભાયાત્રા ધામધૂમથી ગામની બજારોમાં નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો, સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાધુ-સંતો, રાજકીય આગેવાનો અને દાતાઓનું પરિવાર દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.









































