ધોરાજી ખાતે યા મૌલા અલી મદદ ગ્રુપ અને સૈયદ હાજી શફી મિયા બાપુ મેમોરિયલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે બીજા સમૂહ શાદી સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સૈયદ રફીકમીયા બાપુ પંજેતનીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ૧૪ નવદંપતીઓએ મૌલાના શકીલ બાપુ સીરાજીની નિશ્રામાં નિકાહ કબૂલ કર્યા હતા.
મુખ્ય મહેમાન સૈયદ મુનવ્વર હુસૈન બાપુએ લગ્નમાં થતા ખોટા ખર્ચને ટાળીને સમૂહ લગ્નો યોજવાની પહેલને બિરદાવી હતી અને સમાજને કુરિવાજોથી દૂર રહી બાળકોના શિક્ષણ પર ભાર મૂકવા અપીલ કરી હતી.
દાતાઓના સહયોગથી દુલ્હનોને કરિયાવરમાં ઘરવખરીની ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે અનેક સામાજિક અગ્રણીઓનું સન્માન કરાયું હતું અને સમગ્ર ટીમે આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.