વિદેશ જવાની લ્હાયમાં નીકળેલા વધુ એક ગુજરાતી પરિવારને બંધક બનાવાયાની ઘટના સામે આવી છે. ૨૦ એપ્રિલે વર્ક પરમીટ પર લંડન જવા નીકળેલા ગુજરાતી પરિવારને વિદેશમાં બંધક બનાવાયાના પરિજનનોએ આક્ષેપ કર્યા છે. અમદાવાદના ગોમતીપુરના પરિવારના ૪ સભ્યો દુબઈ બાદ ગુમ થયા હોવાનું સામે આવ્યું છે. એજન્ટોએ લોહીથી લથપથ તસવીરો મોકલીને ૧ કરોડની ખંડણી માંગી છે.
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતો યેમેકર પરિવાર લંડન જવા નીકળ્યો હતો. ૨૦ એપ્રિલના રોજ પરિવારના ચાર સભ્યો એજન્ટની મદદથી ઘરમાંથી નીકળ્યા હતા. તેઓને સૌથી પહેલા દિલ્હી, અને ત્યર બાદ શ્રીલંકા અને ત્યાંથી દૂબઈ લઈ જવાયા હતા. દૂબઈ પહોંચ્યા બાદ પરિવારનો સંપર્ક તૂટી ગયો હતો. એજન્ટ દ્વારા પરિવારના ચારેય સભ્યોને બંધક બનાવીને અમદાવાદમા રહેતા પરિવાર પાસેથી ખંડણી માંગવામાં આવી છે.
એજન્ટોએ અમદાવાદમાં રહેતા પરિવારજનોને લોહીથી લથપથ ભાઈનો ફોટો મોકલી ૧ કરોડની ખંડણી માંગી છે. પરિવારને બંધક બનાવવા મુદ્દે દીકરી શ્રેયાની ઢ ૨૪ કલાક સાથે વાતમાં જણાવ્યું કે, અમારા પરિવારને આફ્રિકન દેશમાં બંધક બનાવ્યો હોવાની આશંકા છે. લંડન મોકલવા માટે એજન્ટને પ્રતિ વ્યક્તિ ૩૦ લાખ અપાયા હતા. બાબા ખાનના નામે ફોન કરીને ૧.૫ કરોડની ખંડણી મંગાઈ છે. અંતે ૭૦ લાખમાં સોદો નક્કી થયો હતો. પોલીસને જાણ કરાતા પહેલા તેમણે ધ્યાન ન આપ્યું. તેના બાદ ઉચ્ચ અધિકારીનો સંપર્ક કર્યા બાદ પોલીસ એક્શનમાં આવી છે.
પરિવારને આફ્રિકન દેશમાં બંધક બનાવ્યાની દીકરીને આશંકા છે. લંડન પહોંચાડવાના પ્રતિ વ્યક્તિ ૩૦ લાખ નક્કી થયા હતા. ‘બાબા ખાન’ના નામે કોલ પર ૪ મે ના રોજ દોઢ કરોડની પ્રથમ ખંડણી માંગવામાં આવી હતી. વોટ્‌સએપ કોલ અને મેસેજ દ્વારા ખંડણી માંગવામાં આવી હતી. તેના બાદ ૧ કરોડ અને અંતે ૭૦ લાખ સુધી સોદાબાજી થઈ હતી.
પરિવારને કિડનેપ કર્યાના યેમેકર પરિવારમાં દીકરીના આક્ષેપ છે. દીકરીએ ગોમતીપુર પોલીસ સ્ટેશન ઘટના સમયે જ જાણ કરી હતી, પરંતું પોલીસે ધ્યાન ન આપતા બાદમાં ઉચ્ચ અધિકારીના સંપર્ક બાદ પોલીસ હરકતમાં આવી છે. ગોમતીપુર પોલીસે અમદાવાદના એજન્ટ પ્રીતેષ જાશીને રાઉન્ડઅપ કર્યો. એજન્ટની પૂછપરછમાં વલસાડના એજન્ટનું નામ ખુલતા તેને પકડવા તપાસ શરૂ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ અને ઉચ્ચ અધિકારીઓ તપાસમાં જાડાયા છે. સમગ્ર કૌભાંડમાં અમદાવાદ એજન્ટ પ્રીતેષ જાશી અને દર્શન મિ†ી તથા વલસાડના એજન્ટનું નામ સામે આવ્યું છે.
ખંડણીખોરોએ ૧૭ વર્ષીય રુદ્રને ગળે છરી મારેલો ફોટો મોકલી પરિવાર કિડનેપ થયો છે તેવું કહી ખંડણી માંગી હતી. સાથે જ ખંડણી નહિ આપે તો અન્ય ગાયબ થઈ જશે તેવી ધમકી આપી છે. દીકરી શ્રેયાએ પ્રેમ લગ્ન કર્યા હોવાથી તે પરિવાર સાથે વિદેશ ગઈ ન હતી. ૨૦ એપ્રિલે પરિવાર લંડન જવા નીકળ્યા બાદ ૨૪ એપ્રિલે શ્રેયાએ પ્રેમ લગ્ન કર્યા હતા. શ્રેયાના માતા પિતાને પ્રેમ લગ્ન વિશે જાણ કરી હોવાની પણ શ્રેયાએ વાત કરી.