બગસરા એસ.ટી. ડેપો ખાતે ડેપો મેનેજર નિમિષાબા ગઢવીના માર્ગદર્શન હેઠળ એક પ્રશંસનીય સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. હાલમાં પડી રહેલી ગરમીમાં મુસાફરોને રાહત આપવાના હેતુથી એસ.ટી. કર્મચારીઓ દ્વારા ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા મુસાફરોની જઠરાગ્નિ ઠારવાનો પ્રયાસ કરાયો હતો. બગસરા ડેપોની આ કામગીરીને તમામ મુસાફરોએ હૃદયપૂર્વક બિરદાવી હતી.








































