અમરેલી જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક જયવીર ગઢવી દ્વારા ગંભીર ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે આપવામાં આવેલી કડક સૂચનાઓના પગલે સાવરકુંડલા ટાઉન પોલીસ એક્શનમાં આવી હતી. આ દરમિયાન પોલીસની સર્વેલન્સ ટીમને મળેલી બાતમીના આધારે જેસર રોડ પર આવેલી ગીતાંજલિ સોસાયટીમાં રહેતા મનીષ દુર્લભજીભાઈ હરસોરાને પકડી પાડવામાં આવ્યો છે. ૪૫ વર્ષીય આ આરોપી અમદાવાદની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના ક્રિમિનલ કેસ હેઠળના સજા વોરંટના કામે છેલ્લા પાંચ વર્ષથી પોલીસને થાપ આપી નાસતો ફરતો હતો. સાવરકુંડલા પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.