ધોરાજીના ઝાંઝમેર ગામના વતની અને નેત્ર સર્જન ડો. હિમાંશુ સાદરીયાની પુત્રી આશ સાદરીયાએ ધોરણ-૧૨ની બોર્ડ પરીક્ષામાં ૯૯.૯૯ પર્સન્ટાઈલ રેન્ક મેળવી સમગ્ર કેન્દ્ર અને બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ખેડૂત પરિવારમાંથી આવતા ડો. સાદરીયાએ પોતે ગ્રામ્ય વિસ્તારમાં રહીને સફળતા મેળવી હતી, ત્યારે તેમની પુત્રીએ પણ પિતાના પગલે ચાલીને ‘મોરના ઈંડા ચીતરવા ન પડે’ તે કહેવત સાર્થક કરી બતાવી છે. ડ્રીમ ઈન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકોએ આશને ભાવિ ડોક્ટર બની સમાજસેવા કરવા માટે અનેક શુભેચ્છાઓ પાઠવી હતી.








































