તમિલનાડુ અને પુડુચેરી દેશમાં સૌથી ધનિક ધારાસભ્યો ધરાવે છે, જ્યારે પશ્ચિમ બંગાળ આ સંદર્ભમાં સૌથી નીચે ક્રમે છે.

પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરળ સહિત પાંચ રાજ્યોમાં તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીઓ બાદ, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના એક અહેવાલમાં ધારાસભ્યોની સંપત્તિ અંગે ચોંકાવનારા આંકડા જાહેર કરવામાં આવ્યા છે. અહેવાલ મુજબ, તમિલનાડુ અને પુડુચેરી દેશમાં સૌથી ધનિક ધારાસભ્યો ધરાવે છે, જ્યારે પશ્ચિમ બંગાળ આ સંદર્ભમાં સૌથી નીચે ક્રમે છે. તમિલનાડુના ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ ૪૮.૩૪ કરોડ રૂપિયા નોંધાઈ હતી. પુડુચેરીમાં, અહીંના ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ ૪૫.૧ કરોડ રૂપિયા હતી. આસામમાં આ આંકડો ૮.૮૪ કરોડ અને કેરળમાં ૬.૯૫ કરોડ હતો. બીજી તરફ, પશ્ચિમ બંગાળના ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ ફક્ત ૩.૭૩ કરોડ નોંધાઈ હતી, જે બધા રાજ્યોમાં સૌથી ઓછી છે. ચાલો જાણીએ કે કયા રાજ્યમાં કયા ધારાસભ્યો સૌથી ધનિક છે.
તમિલનાડુ મતવિસ્તારના ટોચના ૫ સૌથી ધનિક ધારાસભ્યો અને તેમની સંપત્તિ જાઇએ તો લીમા રોઝ માર્ટિન લાલગુડી એઆઇએડીએમકે ૫૮૬૩.૭ કરોડ,સી. જાસેફ વિજય પેરામ્બુર ટીવીકે ૬૪૮.૯ કરોડ,આધવ અર્જુન વિલ્લિવાક્કમ ટીવીકે ૫૩૪.૯ કરોડ,ડા. ઇશ્કી સુબૈયા અંબાસમુદ્રમ એઆઇએડીએમકે ૪૧૯ કરોડ,કે. નિત્યાનંદન પોલાચી ડીએમકે ૧૭૦ કરોડ
જયારે પુડુચેરીના ટોચના ૫ સૌથી ધનિક ધારાસભ્યો અને તેમની સંપત્તિ જાઇએ તો જાસ ચાર્લ્સ માર્ટિન કામરાજનગર એલજેકે ૬૦૯ કરોડ, એ. નમાશિવયમ મન્નાડીપેટ ભાજપ ૮૫.૫ કરોડ જી.એન. ઉર્ફે કોપ્પુસામી ઓર્લેમ્પેટ એનએમકે ૭૭.૯ કરોડ,જી.એન.એસ. રાજશેખરન થિરુનાલર ભાજપ ૬૮.૩ કરોડ,છ. જાનકુમાર મુદલિયારપેટ ભાજપ ૫૯.૮ કરોડ
આસામ વિધાનસભા મતવિસ્તાર પક્ષની સંપત્તિમાં ટોચના ૫ સૌથી ધનિક ધારાસભ્યો જાઇએ તો એમ. બદરુદ્દીન અજમલ બિન્નાકાંડી એઆઇયુડીએફ ૨૨૬.૩ કરોડ,સેવાલી મોહિલેરી કોકરાઝાર બીઓપીએફ ૬૩.૨ કરોડ,હિમંતા બિસ્વા સરમા જલુકબારી ભાજપ ૩૫.૨ કરોડ,અશોક સિંઘલ ઠેકિયાજુલી ભાજપ ૩૪.૭ કરોડ,એન.કે. ડોલે ધોકુખાના ભાજપને ૩૩.૪ કરોડ
કેરળ વિધાનસભા મતવિસ્તાર પક્ષની સંપત્તિમાં ટોચના ૫ સૌથી ધનિક ધારાસભ્યો જાઇએ તો રેજી ચેરીયન કુટ્ટનાડ કેરળ કોંગ્રેસ ૨૧૯ કરોડ, આર. ચંદ્રશેખર નેમોમ, ભાજપ, ૧૧૨ કરોડ,એસ. થેક્કુમપુરમ, કોથમંગલમ, કેરળ કોંગ્રેસ, ૬૮ કરોડ,કલત્રા મહિન, કસારા ગોડ,આઇયુએમએલ, ૬૧ કરોડ, ડા. એમ. કુઝલનંદન, મુવટ્ટુપુઝા, કોંગ્રેસ, ૩૯ કરોડ
પશ્ચિમ બંગાળના ટોચના ૫ સૌથી ધનિક ધારાસભ્યો, મતવિસ્તાર, પક્ષ, સંપત્તિ જાઇએ તો દિલીપ સાહા, નબાગ્રામ, ભાજપ, ૪૩ કરોડ, અહેમદ જે. ખાન, કસ્બા, તૃણમૂલ કોંગ્રેસ, ૩૯.૫ કરોડ,બ્રાયન બિસ્વાસ, સાગરદિઘી, તૃણમૂલ કોંગ્રેસ, ૩૩.૪ કરોડ,સ્વરાજ ઘોષ, સપ્તગ્રામ, ભાજપ, ૨૯ કરોડ,નંદિતા ચૌધરી, હાવડા દક્ષિણ, કોંગ્રેસ, ૨૬.૪ કરોડ