ખાંભા તાલુકાના રાયડી ડેમ પાસે ગત રાત્રિએ ટ્રેક્ટરમાં કાંપ ભરવા જેવી સામાન્ય બાબતે એક યુવાન પર હુમલો થતા ચકચાર મચી છે. નાના બારમણ ગામના ખેતમજૂર રાહુલભાઈ પુંજાભાઈ નાગર (ઉ.વ. ૨૮) પોતાનું ટ્રેક્ટર લઈ ડેમ પર ગયા હતા, ત્યારે ઝઘડો થયો હતો.ઘટનાની વિગત મુજબ, છતડીયા ગામના શિવરાજભાઈ કારેતાએ રાહુલભાઈને ટ્રેક્ટર ભરવાની ના પાડી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ગાળો આપી હતી. ત્યારબાદ આરોપીએ જયરાજભાઈ કારેતા અને અનકભાઈ વરૂને બોલાવી, ત્રણેય શખ્સોએ ભેગા મળી રાહુલભાઈને ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો. આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હામાં એકબીજાની મદદગારી કરી હતી. આ મામલે ખાંભા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









































