પાટીદાર સમાજના યુવાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે વડોદરા ખાતે રૂ. ૧૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત ‘સરદારધામ’નું લોકાર્પણ આજરોજ ૧૧ મે, ૨૦૨૬ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે અમરેલી ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ સરદારધામ વડોદરા ખાતે ૨૦૦૦ દીકરા-દીકરીઓ માટે રહેવા અને અભ્યાસની અત્યાધુનિક સુવિધાઓ પૂરી પાડશે. આ લોકાર્પણ પ્રસંગને ઉત્સવની જેમ ઉજવવા માટે અમરેલીના ચક્કારગઢ રોડ પર આવેલા ‘ખોડલધામ પાર્ટી પ્લોટ’ ખાતે સોમવારે સાંજે ૫ઃ૦૦ કલાકે સમસ્ત પાટીદાર સમાજના ભાઈઓ-બહેનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. સામાજિક એકતા અને શૈક્ષણિક ઉત્થાનના પ્રતીક સમાન આ પ્રકલ્પથી સમાજના વિકાસને નવી ગતિ મળશે.










































