બગસરામાં માર્કેટીંગ યાર્ડ પાછળ રહેતા દંપતીને રસોઈ બનાવવા બાબતે માથાકૂટ થતા પતિએ આવેશમાં આવી પત્નીની નિર્મમ હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. જાણવા મળતી માહિતી મુજબ બગસરાના માર્કેટીંગ યાર્ડ પાછળ રહેતા વિજય અમરસિંહ પરમારને પોતાની પત્ની વિલાસ સાથે રસોઈ બનાવવા બાબતે ઝઘડો થયો હતો.આરોપી પતિ વિજયને પીવાની ટેવ હોય ત્યારે છાશવારે ઝઘડો કરતો હતો આ ઝઘડાએ વરવુ સ્વરૂપ ધારણ કરતા રસોઈની માથાકૂટમાં આરોપી પતિ વિજયે ઘરમાં પડેલ ત્રિકમના ચારથી પાંચ ઘા પત્ની વિલાસને મારી દીધા હતા. જેથી પત્ની ત્યાં જ તરફડીને મૃત્યુ પામી હતી. આ ઘટના બાદ આસપાસના લોકોએ તાત્કાલિક ૧૦૮ને જાણ કરી હતી જા કે ફરજ પરના ડોકટરોએ વિલાસને મૃત જાહેર કરી હતી. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી. જા કે આરોપી પતિ ચિક્કાસ્ દારૂના નશામાં હોય તેની સ્થળ જ અટકાયત કરી લેવામાં આવી છે. આમ, રસોઈ બનાવવા જેવી સામાન્ય બાબતે પતિએ પત્નીની હત્યા કરી નાખતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

આરોપીને રોજ પીવાની ટેવ હોવાનુ સામે આવ્યુ
બગસરા માર્કેટીંગ યાર્ડની પાછળ રહેતા વિજય અમરસી પરમારને છેલ્લાં ઘણા વર્ષોથી પીવાની ટેવ છે. ભુતકાળમાં પણ આરોપી અનેક લોકો સાથે મારામારી કરી હોવાના બનાવ ચોપડે નોંધાયા છે. થોડા દિવસો પહેલા પણ આરોપી વિજય ચિક્કાર દારૂ પી નગ્ન અવસ્થામાં રસ્તા પર સુતો હોવાનુ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે