અમરેલી જિલ્લામાં સગીરાના અપહરણની ઘટનાઓમાં વધારો થવા પામ્યો છે. રાજુલાના હીંડોરણા ગામેથી એક સગીરાનું અપહરણ થયાની ઘટના સામે આવી છે. સગીરાની માતાએ અર્જુન રણછોડભાઇ ઠાકોર વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી તેમની સગીર પુત્રીને લલચાવી-ફોસલાવી, દુષ્કર્મ કરવાના ઇરાદે વાલીપણામાંથી ભગાડી ગયો હતો. આ મામલે રાજુલા પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.એમ. કાલોદરા વધુ તપાસ ચલાવી રહ્યા છે.