શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ, સામાજિક અને રાજકીય આગેવાનોનાં કરાયા સન્માન

અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૦૨૬ નો વાર્ષિક સામારોહ તેમજ સન્માન સમારોહનું ભવ્ય આયોજન રવિવાર, તા. ૩ મેના રોજ સાંજે ૬ઃ૩૦ કલાકે રાધિકા ગાર્ડન રેસ્ટોરન્ટ, અમરેલી ખાતે સફળતા પૂર્વક સંપન્ન થયું હતું. ડિસ્ટ્રીક ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ચતુરભાઈ અકબરીએ સ્વાગત પ્રવચન કર્યું હતું.
આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર વેપારીઓ, ઉદ્યોગકારો અને આગેવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં રાજ્ય અને જિલ્લા કક્ષાના આગેવાનો સહિત સમાજના પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા અને પ્રાસંગીક પ્રવચન આપ્યા હતા.
રાજ્ય સરકારના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ મુખ્ય અતિથિ તરીકે હાજર રહીને વેપારીઓના પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી હતી. સાથે જ અમરેલી જિલ્લા ભાજપના આગેવાનો પી પી સોજીત્રા,મેહુલભાઈ ધોરાજીયા, ડો.કાનાબાર, પિન્ટુભાઈ કુરુન્દલે, મયુરભાઈ માંજરીયા તેમજ કાળુભાઇ ભંડેરી, સુરેશભાઈ દેસાઈ, દિનેશભાઇ ભુવા,કેતનભાઈ સોની, હાર્દિકભાઈ સેજલીયા, રાજુભાઇ કોરડીયા, ભુપતભાઇ મેતલિયા, મહેશભાઈ નગદીયા, ડી.કે.રૈયાણી, એમરોન ટ્રાન્સફોર્મરના ગૌતમભાઈ, શૈલેષભાઇ, જીતુભાઇ બોરસાણીયા, રસિકભાઈ પાથર, સામતભાઈ જેબલિયા, ભરતભાઈ કાનાણી, જયંતીભાઈ ધાનાણી, રાવીરાજભાઈ શેખવા, મજબૂતભાઈ બસિયા, જીતુભાઇ ડેર,સંજયભાઈ રામાણી, યોગેશભાઈ ગણાત્રા, જીલુભાઈ વાળા, નીતિનભાઈ રાજપરા, મહેશભાઈ નગદીયા,પરેશભાઈ દાવડા, અશોકભાઈ અટારા,મુકુંદભાઈ ગઢીયા,લાલભાઈ, અરુણભાઈ ખખર, જગદીશભાઈ સેલાણી, હરેશભાઇ તુલસી ચા,નટુભાઈ માસોયા,યોગેશ કોટેચા,હકુભાઈ ચૌહાણ, રાજુભાઇ સોની,વિક્રમભાઈ રબારી, બાબુભાઇ કાબરીયા,વિરલભાઈ પોપટ, મહેશભાઈ સોમૈયા,અંકુરભાઈ જસાણી, અનિલભાઈ વડેરિયા, ઘનશ્યામભાઈ રૈયાણી, રાજુભાઇ ખેરાણી, રમેશભાઈ બાબરીયા, પરેશભાઈ પારેખ,નરેન્દ્રભાઈ બાટવીયા, હરેશભાઇ સંઘવી,હિમતભાઈ સોળીયા, ગોપાલભાઈ રાજા, ભાવેશભાઈ આડતીયા, કમલેશભાઈ ખખ્ખર, અનિલભાઈ
કાણકિયા અને બાલાભાઈ વઘાસિયા સહિત સૌ હોદેદારો અગ્રણીઓ તથા તાલુકા ચેમ્બરના પ્રમુખો શ્રી મહેશભાઈ મશરૂ,મહેન્દ્રભાઈ સાદરાણી, ગૌરાંગભાઈ મહેતા,દિનેશભાઇ હડિયલ, અરવિંદભાઈ બોખા, સુખદેવસિંહ સરવૈયા, વિજયભાઈ દેસાઈ,પ્રતાપભાઈ ખુમાણ, ભીમજીભાઈ વેકરીયા, જયેશભાઇ ઠાકર, તુષારભાઈ ધોરજીયા,પિન્ટુભાઈ જસાણી, ભુપતભાઇ વાળા,રાજુભાઇ સોની, સંજયભાઈ સવાણી,ધર્મેશભાઈ સોની સહિત સૌનું જિલ્લા ટિમ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સૌ વેપારીઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમને ગૌરવ અપાવ્યું હતું.
જીલ્લા ટીમના તમામ હોદેદારોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.કાર્યકારી અધ્યક્ષ હરેશભાઈ સાદરાણીએ આભારવિધિ કરી હતી.કાર્યક્રમ બાદ સૌએ સાથે ભોજન લીધું હતું.કાર્યક્રમનું સંચાલન ભરત બાવીશીએ કર્યું હતું. આવેલ તમામ મહેમાનોને બાવકુભાઈ પ્રજાપતિએ સંગીતના સથવારે મનોરંજન પીરસ્યું હતું.