અમરેલીમાં આવેલી શાંતાબેન હરીભાઈ ગજેરા સંકુલની વિદ્યાર્થીર્નીઓએ ધોરણ-૧૨ના પરિણામમાં મેદાન મારીને સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ વર્ષના પરિણામમાં સંકુલની શૈક્ષણિક ગુણવત્તાનો પરચો જોવા મળ્યો છે, કારણ કે કુલ ૩પ જેટલી તેજસ્વી વિદ્યાર્થીર્નીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી એ-૧ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આટલું જ નહીં પણ ૨૩ જેટલી દીકરીઓએ ૯૯ થી વધુ પર્સન્ટાઇલ રેન્ક મેળવીને પોતાની શાળા પરિવારનું નામ રોશન કર્યુ છે. વિદ્યાર્થીર્નીઓની આ અસાધારણ સફળતા પાછળ તેમની મહેનત અને સંકુલના શિક્ષકોના સચોટ માર્ગદર્શનને કારણે આ પરિણામ શક્ય બન્યુ છે. આ વિશિષ્ટ સિદ્ધિ બદલ શાળા પરિવાર અને ટ્રસ્ટી મંડળ દ્વારા તમામ દીકરીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે અનેક શુભેચ્છાઓ વર્ષાવી છે.