રાજુલા શહેરમાં ઘઉંની ટેકાના ભાવે (MSP) ખરીદી તાત્કાલિક શરૂ કરવાની માંગ ઉઠી છે. ભારતીય જનતા પક્ષના મહામંત્રી રાજેન્દ્રભાઈ ધાખડાએ પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે મળી રાજુલાના ધારાસભ્ય અને ડેપ્યુટી કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી.રજુઆતમાં જણાવાયું કે વિસ્તારના ખેડૂતો દ્વારા MSP માટેના ફોર્મ ભર્યા બાદ ઘણો સમય વીતી ગયો છે, છતાં આજદિન સુધી ખરીદી પ્રક્રિયા શરૂ થઈ નથી, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. હાલમાં નવી ખેતી સીઝન શરૂ થવા જઈ રહી છે, ત્યારે ખેડૂતોને ખેતર તૈયાર કરવું, ખાતર-બીજની વ્યવસ્થા કરવી અને નાણાકીય જવાબદારીઓ પૂર્ણ કરવી જરૂરી બની છે. આવી સ્થિતિમાં ખરીદીમાં વિલંબ ખેડૂતો માટે આર્થિક અને માનસિક રીતે મુશ્કેલી ઉભી કરી રહ્યો છે. આ અંગે ડેપ્યુટી કલેક્ટર અને ધારાસભ્ય હીરાલાલ સોલંકીએ ગંભીરતાપૂર્વક ધ્યાન આપી વહેલી તકે ખરીદી શરૂ કરવાની ખાતરી આપી છે.