અમરેલીના જાણીતા શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલની તેજસ્વી વિદ્યાર્થિની સોજીત્રા
દિયા પી. એ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-૧૨ કોમર્સની પરીક્ષામાં પોતાની અસાધારણ પ્રતિભાનો પરિચય આપ્યો છે. દિયાએ આ કઠિન પરીક્ષામાં ૯૯.૯૨ પીઆર PR જેવા માતબર ગુણ પ્રાપ્ત કરીને સમગ્ર બોર્ડના ટોપ-૧૦ વિદ્યાર્થીઓની યાદીમાં ગૌરવપૂર્ણ આઠમો ક્રમ હાંસલ કર્યો છે. તેની આ ભવ્ય સફળતાએ માત્ર ગજેરા સંકુલનું જ નહીં પરંતુ સમગ્ર અમરેલી જિલ્લાનું નામ શિક્ષણ જગતમાં રોશન કર્યું છે. દિયાની આ સિદ્ધિ તેની સખત મહેનત અને સંકુલના ગુણવત્તાયુક્ત શિક્ષણનું પરિણામ છે. આ અભૂતપૂર્વ સફળતા બદલ ગજેરા શૈક્ષણિક સંકુલના મેનેજમેન્ટ દ્વારા દિયાને તેમજ તમામ માર્ગદર્શક સ્ટાફ અને સહાધ્યાયી વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવી ઉજવણી કરવામાં આવી છે.










































