લાઠી-બાબરા પંથકના ધારાસભ્ય જનક તળાવીયાના સઘન પ્રયાસોથી બાબરા તાલુકાના ચરખા અને ચમારડી ગામને જોડતા મહત્વના માર્ગના રીસર્ફેસિંગ માટે રાજ્ય સરકારે રૂ.૩.૮૦ કરોડની મંજૂરી આપી છે. લાંબા સમયથી જર્જરિત હાલતમાં રહેલા આ માર્ગને કારણે સ્થાનિક લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.આ માર્ગ આસપાસના અનેક ગામો માટે મુખ્ય જોડાણરૂપ હોવાથી તેની મરામત અત્યંત જરૂરી બની હતી. સમસ્યાને ગંભીરતાથી લઈ ધારાસભ્યએ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી હતી.