અમરેલીના મીની કસ્બા વિસ્તારમાં આવેલ ગની મસ્જિદના પંજતન હોલ ખાતે નુરાની માનવસેવા ટ્રસ્ટ અને નુરાની કમિટી દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે યોજાયેલા આ મેડિકલ કેમ્પમાં ર્જીંજી હોસ્પિટલના ૪ નિષ્ણાંત તબીબોએ સેવાઓ આપી હતી. અમરેલી શહેર અને ગ્રામ્ય પંથકના ૮૭થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓએ આ કેમ્પનો લાભ લઈ નિદાન અને સારવાર કરાવી હતી. આ પ્રસંગે મહેબુબ બાપુ કાદરી, બોબીભાઈ રહીશ અને હાજી યુનુસભાઈ દેરડીવાલા સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાજિદભાઈ ઓઠા અને અયુબભાઈ રઇસ સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.