અમરેલી શહેર પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.એમ. ઝાલાએ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા જયંતિ ઉર્ફે કાબો જગદીશભાઈ પરમાર વિરુદ્ધ પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્રાજ દ્વારા આ દરખાસ્તને તાત્કાલિક મંજૂરી આપવામાં આવતા કુંકાવાવ જકાતનાકા વિસ્તારના રહેવાસી એવા ૨૦ વર્ષીય આરોપીને પાસા હેઠળ અટકાયત કરી સુરત જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.








































