ફીફાદ ગામની યુવતી ગારીયાધાર હટાણું કરવા જાવ છું કહીને ઘરેથી નીકળ્યા બાદ લાપતા બની હતી. શોધખોળ કરવા છતાં ભાળ ન મળતાં પોલીસને જાણ કરી હતી. આ અંગે અરૂણાબેન દિપકભાઇ બેરડીયા (ઉ.વ.૪૫)એ જાહેર કર્યા મુજબ, તેમની દિકરી ગારીયાધાર હટાણું કરવા જાવ છું તેવુ કહીને ઘરેથી નીકળ્યા બાદ ક્યાંક જતી રહી હતી અને પરત ફરી નહોતી. આ યુવતીની કોઈ ભાળ મળે તો જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. લાઠીના દેરડી (જાનબાઈ) ગામેથી નરેશભાઇ મનજીભાઇ પરમાર (ઉ.વ.૩૭) પોતાની ઘરેથી તેનું મોટર સાઇકલ લઇ કોઇને કાંઇ પણ કહ્યા વગર ક્યાંક જતા રહ્યા હોવાનું પોલીસમાં જાહેર થયું હતું.