ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠામાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પ્રકોપ વધ્યો છે, જ્યાં તાપમાન ૪૨ થી ૪૪ ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે. ખાસ કરીને ઇડર વિસ્તારમાં અન્ય તાલુકાઓની સરખામણીએ ૨ થી ૩ ડિગ્રી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. જેના કારણે હાઈવે, રોડ રસ્તા અને બજારોમાં લોકોની અવરજવર ઘટી ગઈ છે અને દિવસ દરમિયાન લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. મજૂર વર્ગ અને છેવાડાના લોકો માટે ગરમીમાં કામ કરવું વધુ મુશ્કેલ બની રહ્યું છે, જેના કારણે ઘણા લોકો વૃક્ષોની છાયામાં આરામ લેવા મજબૂર બન્યા છે.
ગરમીનો પ્રભાવ માત્ર માનવજીવન પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ પશુ-પક્ષીઓ પર પણ ગંભીર અસર જાવા મળી રહી છે. પાણીના અભાવે પશુ-પક્ષીઓ પાણી માટે તરવરી રહ્યા છે અને પાણીના સ્ત્રોત શોધતા જાવા મળી રહ્યા છે. ખાસ કરીને ઇડર વિસ્તારની પહાડી ભૂગોળને કારણે ગરમ હવાનો પ્રભાવ વધુ અનુભવાય છે, જેના કારણે હીટ સ્ટ્રોક, બેભાન થવું, ઉલટી-ઝાડા જેવા કેસોમાં વધારો થયો છે. ખાનગી હોસ્પિટલો તેમજ સિવિલહોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે, જે સ્થિતિની ગંભીરતા દર્શાવે છે.
જા આવનારા સમયમાં આ જ રીતે ગરમી યથાવત રહે, તો તે માનવજીવન તેમજ પ્રાણીજગત માટે જાખમી બની શકે છે. તેથી વહીવટી તંત્ર દ્વારા જાગૃતિ લાવવી અત્યંત જરૂરી છે. તબીબો સલાહ આપે છે કે વધુ પાણી પીવું, લીંબુ શરબત જેવા પીણાં લેવું, સીધી ધુપથી બચવું અને માથા પર કપડું રાખવું જેવી સાવચેતીઓ અપનાવીને ગરમીથી બચી શકાય છે.
એક તરફ વધતી ગરમી ના કારણે સંસ્ટોક ઝાડા ઉલટી થવાના કિસ્સાઓથી જીવન જીવવું મુશ્કેલ બનતું જઈ રહ્યું છે, ત્યારે સમયસર સાવચેતી અને જાગૃતિ જ આ પરિસ્થિતિમાંથી બચવાનો એકમાત્ર રસ્તો સાબિત થઈ શકે છે.









































