સાવરકુંડલામાં અમૃત સરોવર ખાતે ફેઝ-૨ હેઠળ ચાલી રહેલી વિકાસલક્ષી કામગીરીનું ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા પ્રત્યક્ષ મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે
અમૃત સરોવરનો સર્વાંગી વિકાસ વિસ્તાર માટે ઉત્તમ સુવિધાઓ સાથેનું એક આકર્ષક પર્યટન સ્થળ ઉપલબ્ધ થશે. તેમણે ચાલી રહેલા કાર્યોની પ્રગતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી અને કામની ગુણવત્તા જાળવવા તેમજ નિર્ધારિત સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો. વિકાસ કાર્યોમાં પારદર્શિતા અને ઝડપ જળવાઈ રહે તે હેતુથી તેમણે સંબંધિત અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી. આ મુલાકાત દરમિયાન નગરપાલિકાના ચીફ ઓફિસર, એન્જિનિયર્સ અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ચાલી રહેલા વિવિધ કામોની ટેકનિકલ વિગતો રજૂ કરી હતી.