અમરેલી જીલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા શહેરમાં સંચાલિત સ્કૂલ-કોલેજ-હોસ્ટેલ- ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે તા. ૦૧/૦૫/૨૦૨૬ના રોજ “સ્ટાફ આભાર પ્રસ્તાવ કાર્યક્રમ’ યોજાયો હતો. આ કાર્યક્રમમાં લેબરથી લઈને ડાયરેક્ટર સુધીના તમામ સ્ટાફ, મુખ્ય મહેમાન પ્રમુખ તથા ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સ્ટાફે ગીત-સંગીત, લોકસાહિત્ય, દુહા, કાવ્ય, લોકગીત, ભજન, જોક્સ અને ફિલ્મી ગીતો જેવી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. અંતે સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.










































