અમરેલી પોલીસ દ્વારા રાજકોટની આઠમી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા જાહેર કરાયેલા પકડ વોરંટના ગુનામાં લાંબા સમયથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ અધિક્ષક સંજય ખરાત અને જયવીર ગઢવીના માર્ગદર્શન હેઠળ પેરોલ-ફર્લો સ્ક્વોર્ડે હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને અમરેલીના ચિતલ રોડ પર રહેતા હિતેશ વિનુભાઈ પરમારને દબોચી લીધો હતો. આરોપી સામે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળ ગુનો નોંધાયેલ હતો અને તે કાયદાની પકડથી દૂર હતો. પીએસઆઈ એન.જી. સાપરાની ટીમે આ સફળ ઓપરેશન પાર પાડી આરોપીને આગળની કાર્યવાહી માટે સિટી પોલીસને સોંપ્યો છે.









































