અમરેલી જિલ્લામાં વધુ બે લોકોએ ઝેરી દવા પીધી હતી. સાવરકુંડલાના ગાધકડા ગામે રહેતા અલ્પેશભાઈ ધીરૂભાઈ ઠુમ્મર (ઉ.વ.૩૧)એ જાહેર કર્યા મુજબ, તેમના પત્ની જીનલબેન (ઉ।વ.૨૭)ને છેલ્લા ત્રણ વર્ષથી માનસિક તથા શ્વાસની બીમારી હતી. જેનાથી કંટાળી ઘઉંમાં નાખવાનો ઝેરી પાઉડર પી લેતા મરણ પામ્યા હતા. બીજા બનાવમાં બગસરામાં રહેતા નિવૃત્ત શિક્ષક ચતુરભાઈ વિરજીભાઈ બાબરીયા (ઉ.વ.૫૮)એ જાહેર કર્યા મુજબ, પુનીતકુમાર કાંતિભાઈ વેગડા (ઉ.વ.૩૮)એ પોતાની મેળે ઝેરી દવા પી જતાં સારવાર દરમિયાન મોત થયું હતું.









































