અમદાવાદમાં ફરી ભાજપ સત્તા પર આવ્યું છે. પરંતું ભાજપને ખાડિયા ગુમાવ્યાનો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. જાકે, આ વખતે અમદાવાદના પરિણામાં નવુ જાવા મળ્યું છે. પક્ષ કરતા વ્યક્તિગત ઉમેદવારોને મતદારોએ વધુ પ્રાધાન્ય આપ્યુ હોય તેવું પરિણામમાં દેખાયુ છે. પક્ષ જાઈને નહિ, પરંતુ વ્યક્તિગત ઉમેદવારોના ચહેરા જાઈને મત આપવામાં આવ્યા છે. એક જ પેનલના ઉમેદવારો વચ્ચે હજારો મતનું અંતર વાતને સાબિત કરે છે.
શહેરી મતદારોનો મિજાજ હંમેશા ભાજપ તરફી રહ્યો છે. ભાજપ હંમેશા એવુ કહે છે કે, ઉમેદવાર નહિ, ભાજપને વોટ મળે છે. પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાનું પરિણામ નવા સંકેતો તરફ ઈશારો કરે છે. અમદાવાદ પાલિકામાં લોકોએ પક્ષ કરતા વ્યક્તિગત ઉમેદવારો પર વધુ મદાર રાખ્યો છે. જે ઉમેદવારો પર મતદારોને ભરોસો નથી, અથવા તેઓ મતદારોનો વિશ્વાસ કેળવી શક્ય નથી, તેઓને મત મળ્યા નથી. પેનલમાં મળેલી અસમાનતા પરથી આ કહી શકાય.
રામોલ-હાથીજણ વોર્ડમાં મોલિક પટેલને ૨૬,૨૭૬ મત મળ્યા જ્યારે સોનલ રબારીને ૨૧,૬૯૬ મત મળતાં બંને વચ્ચે ૪,૫૮૦ મતનો તફાવત નોંધાયો હતો.
નવા વાડજમાં અનીતા પટેલ (૨૬,૮૨૮) અને વિરાટ પુરોહિત (૨૨,૬૪૩) વચ્ચે ૪,૧૮૫ મતનું અંતર જાવા મળ્યું.,સરખેજમાં જેઠી ડાંગરને ૨૭૭૫૫ મત મળ્યા છે. તો હેમા શાહને ૨૩૮૭૦ મત મળ્યા છે. બંને વચ્ચે મતનું અંતર ૩૮૮૫ છે. ,ગોતામાં કેતન પટેલને ૨૮૩૯૧ મત મળ્યા છે. તો હીના પટેલે ૨૪૭૬૧ મત મળ્યા છે. બંને વચ્ચે મતનું અંતર ૩૬૩૦ છે. નિકોલમાં દીપક પંચાલને ૩૮૫૮૦ વોટ પડ્યા છે. તો વિલાસ દેસાઈને ૩૫૦૯૧ મત મળ્યા છે. બંને વચ્ચે મતનું અંતર ૩૪૮૯ છે.,ચાંદલોડિયામાં નંદુભાઈ પટેલને ૨૮૯૯૦ મત પડ્યા છે. તો રાજેશ્રી પટેલને ૨૫૫૦૮ મત પડ્યા. ,નરોડામાં ડો.ચંદા પટેલને ૨૮૩૫૯ મત પડ્યા છે. તો દિવ્યા ખાખીને ૨૪૮૯૭ મત પડ્યા છે. ,ઠક્કરબાપા નગરમાં જયેશ પટેલને ૨૨૪૪૪ મત મળ્યા છે. તો સામે રૂપાદેવી જાદવને ૧૯૦૮૮ મત પડ્યા છે.
અમદાવાદના પરિણામ પર નજર કરીએ તો, એક જ પેનલના ઉમેદવારો વચ્ચે મતનું અંતર મોટું છે. પરિણામાં જાતિગત અને વ્યક્તિગત સંબંધોની અસર જાવા મળી છે. અમદાવાદમાં વાસણા, સાબરમતી, રાણીપ અને ઈન્દ્રપુરી જેવા વોર્ડમા ઉમેદવારોના મતનું અંતર ૩૦૦૦ ની આસપાસનુ છે. જે બતાવે છે કે, અહી ઉમેદવારોની વ્યક્તિગત છબી વધુ કામ કરી ગઈ છે. લોકો તેમના ઉમેદવારને કેટલા ઓળખે છે, તે સમીકરણો પર પણ જાવામાં આવ્યા છે. એક જ પક્ષના ઉમેદવારો વચ્ચે નોંધપાત્ર મતફેર જાવા મળ્યો છે. તો બીજી તરફ, સૈજપુર-બોઘા, નરોડા, ઠક્કરબાપા નગર તથા ચાંદલોડિયામાં પણ એક જ પક્ષના ઉમેદવારો વચ્ચે મતનું અંતર ૩૦૦૦ ની આસપાસનું જ છે.