અમરેલી જિલ્લામાં બે સ્થળેથી પોલીસે ૮ શખ્સોને રૂ. ૩૮,૦૦૦થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્‌યા હતા. વંડા ગામે હિતેષભાઇ લાલજીભાઇ પરમાર, વિક્રમભાઇ કરશનભાઇ પરમાર, તાજુભાઇ મનુભાઇ પરમાર, વિજયભાઇ વિનુભાઇ રાઠોડ અને રોહિતભાઇ ઘુડાભાઇ પરમાર ડંકી પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતાં રોકડા રૂ. ૧૧,૨૦૦ સાથે ઝડપાયા હતા. જ્યારે મોટી કુંકાવાવ ગામે ઘનશ્યામનગરમાંથી સામતભાઇ ધીરૂભાઇ રાઠોડ, પ્રતાપભાઇ ધીરૂભાઇ રાઠોડ તથા ફુલાભાઇ ઉર્ફે બાવડુ હિરાભાઇ માવલીયા શેરીમાં જાહેરમાં પૈસા તથા ગંજીપાના વડે તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતાં રોકડા રૂ. ૨૬,૮૧૦ સાથે ઝડપાયા હતા.