પાકિસ્તાન સુપર લીગને લઈને એક મોટો વિવાદ ઉભો થયો છે. એક કડક પગલામાં, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શ્રીલંકાના સ્ટાર ઓલરાઉન્ડર અને કેપ્ટન દાસુન શનાકા પર એક વર્ષનો પ્રતિબંધ લાદ્યો છે.પીએસએલમાંથી અચાનક ખસી જવાના સંદર્ભમાં લેવામાં આવેલા આ નિર્ણયથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. હકીકતમાં,આઇપીએલ ૨૦૨૬ શરૂ થાય તે પહેલાં, રાજસ્થાન રોયલ્સે સેમ કુરનના સ્થાને દાસુન શનાકાને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. આનાથી નારાજ થઈને,પીસીબીએ હવે શનાકા સામે કાર્યવાહી કરી છે.
પીસીબી દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે દાસુન શનાકાએ ૨૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ એકપક્ષીય રીતે ટુર્નામેન્ટમાંથી ખસી ગયો હતો, જે ખેલાડી નોંધણી નિયમો અને ત્રિપક્ષીય કરારનું ઉલ્લંઘન હતું. બોર્ડના જણાવ્યા અનુસાર, તેમણે જે કારણો આપ્યા હતા તે કરારના દાયરામાં માન્ય નહોતા. જાકે શનાકાએ સુનાવણી દરમિયાન પોતાની ભૂલ બદલ દિલગીરી વ્યક્ત કરી હતી અને પાકિસ્તાનમાં રમવાનો પોતાનો જુસ્સો વ્યક્ત કર્યો હતો, પીસીબીએ લીગની વિશ્વસનીયતા જાળવવા માટે કડક નિર્ણય જારી કર્યો હતો.
આ નિર્ણયના પરિણામે, દાસુન શનાકા હવે પાકિસ્તાન સુપર લીગની આગામી સીઝન, એટલે કે પીએસએલ ૨૦૨૭ માં ભાગ લઈ શકશે નહીં. પીસીબીના આ પગલા પર પ્રતિક્રિયા આપતા, શનાકાએ જણાવ્યું હતું કે તેઓ પીએસએલ માંથી ખસી જવાના પોતાના નિર્ણય પર ખૂબ જ પસ્તાવો કરે છે અને પાકિસ્તાનના લોકો,પીએસએલ ચાહકો અને વ્યાપક ક્રિકેટ સમુદાય પ્રત્યે દિલથી માફી માંગે છે.પીએસએલ એક પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ છે, અને તેઓ તેમના નિર્ણયથી થયેલી નિરાશાને સંપૂર્ણપણે સમજે છે. તેઓ લાહોર કલંદર્સના વફાદાર ચાહકો પ્રત્યે દિલથી માફી માંગે છે.
શનાકાએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ સ્પષ્ટ કરવા માંગે છે કે જ્યારે તેમણે પીએસએલ છોડી દીધું હતું, ત્યારે તેમનો અન્ય કોઈ ટુર્નામેન્ટમાં રમવાનો કોઈ ઇરાદો નહોતો. તેમને પાકિસ્તાની ચાહકો માટે ખૂબ જ આદર છે અને તેમણે હંમેશા પાકિસ્તાનમાં પોતાનો સમય માણ્યો છે. તેઓ ભવિષ્યમાં નવી પ્રતિબદ્ધતા અને ચાહકોના વિશ્વાસ સાથે જીન્ માં પાછા ફરવાની આશા રાખે છે.
પીસીબીએ સ્પષ્ટ કર્યું છે કે તે તેના ખેલાડીઓના કરારો અને વ્યાવસાયિક ધોરણો સાથે સમાધાન કરશે નહીં,પીએસએલની વિશ્વસનીયતા અને ભવિષ્ય સુરક્ષિત રહેશે તેની ખાતરી કરશે. દાસુન શનાકા પરનો આ પ્રતિબંધ અન્ય ખેલાડીઓને પણ એક મજબૂત સંદેશ આપે છે કે લીગના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ભવિષ્યમાં શનાકા પીએસએલમાં કેવી રીતે વાપસી કરે છે તે જાવું રસપ્રદ રહેશે.