અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને પોક્સો એક્ટ હેઠળના ગુનામાં સંડોવાયેલ આરોપી ગિજેશ કુમાર ઉર્ફે હિમાંશુ ઉમેશભાઈ યાદવ (ઉ.વ. ૨૫) પોતાની ધરપકડ ટાળવા નાસતો-ફરતો હતો. પોલીસની ટીમે ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી.પોલીસ ટીમે ગણતરીના દિવસોમાં ઓપરેશન પાર પાડી આરોપીને મહારાષ્ટ્રના નાગપુર ખાતેથી ભોગ બનનાર કિશોરી સાથે ઝડપી પાડ્યો છે. મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ અમરેલી રહેતા આ આરોપી વિરૂધ્ધ પોક્સો એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરીમાં પીએસઆઈ આર.ડી. કુવાડીયા અને અન્ય સ્ટાફ જોડાયેલ હતો.










































