જાફરાબાદ અહીંની ગાયત્રી સોસાયટીમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહેલી ચાર મહિલાઓને પોલીસે ઝડપી પાડી છે. તેમની પાસેથી કુલ રૂ. ૧૩,૭૨૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મહિલાઓ બહાદુરભાઈ હસનાનીના ઘરની બાજુમાં જાહેરમાં પૈસા અને પાના વડે હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમી રહી હતી ત્યારે જ પોલીસ ત્રાટકી હતી. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એલ.એચ. બાબરીયા આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.










































