બાબરા પંથકમાં પોલીસે બે અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી ૮ શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્‌યા હતા. બાબરાના કરિયાણા રોડ પર શીતળા માતાના મંદિર પાસેના કોમ્પ્લેક્સ પાસેથી જયદીપભાઈ ભૂપતભાઈ મારુ, હુસેનખાન કાળુખાન ભોજવાણી તથા સમીરભાઈ ગમાભાઈ મહેતર જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા ઝડપાયા હતા. તેમની પાસેથી રોકડા રૂ. ૨૦,૧૪૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે બીજા દરોડામાં કોટડાપીઠા ગામેથી મહેશભાઈ માવજીભાઈ ખુમાણ, મનિષભાઈ રમેશભાઈ ચાવડા, મહેશભાઈ નનકુભાઈ પટગીર, અમિતભાઈ ઉર્ફે અમૃતભાઈ સોમાભાઈ પરમાર અને મુકેશભાઈ ભયાભાઈ ખુમાણ તીનપત્તીનો જુગાર રમતા કુલ રોકડ રૂ. ૧૪,૩૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. પોલીસે બંને સ્થળેથી કુલ રૂ. ૩૪,૪૪૦નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.