મોટા આંકડિયા ગામે એક હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં એકલવાયું જીવન જીવતા ૩૫ વર્ષીય યુવકે જિંદગીથી કંટાળી ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું.મૃતકના ભાઈ પંકજભાઇ દેવશીભાઇ માધડ (ઉ.વ. ૩૬) એ પોલીસમાં જાહેર કર્યા મુજબ, મધુભાઇ દેવશીભાઇ માધડ (ઉ.વ. ૩૫) અપરિણીત હોવાથી લાંબા સમયથી એકલતા અનુભવતા હતા. જીવનમાં કોઈ સાથી ન હોવાને કારણે તેઓ માનસિક રીતે વ્યથિત રહેતા હતા. આ નિરાશામાં તેમણે ગત રોજ જંતુનાશક દવા પી લીધી હતી. ઝેરની અસર થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.આ ઘટના અંગે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.એચ. ટીલાવત વધુ તપાસ ચલાવી રહ્યા છે.