અમરેલી જિલ્લામાં આગામી ૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો છે. આ હુકમ મુજબ જિલ્લા પંચાયત, ૧૧ તાલુકા પંચાયતો અને ૦૬ નગરપાલિકાઓના વિસ્તારમાં કાર્યરત તમામ કર્મચારીઓ અને કામદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાનના દિવસે પૂરતી સવેતન રજા અથવા નોકરીના સ્થળે મોડા આવવા કે વહેલા જવાની છૂટ આપવાની રહેશે. આ આદેશ સરકારી કચેરીઓ ઉપરાંત ખાનગી સંસ્થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, કારખાનાઓ અને હોસ્પિટલોને પણ સમાન રીતે લાગુ પડશે જેથી દરેક નાગરિક લોકશાહીના આ પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ શકે.