હાલમાં સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે ત્યારે બગસરામાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર કરી ગયો છે. આવી કાળઝાળ ગરમીમાં સતત ફરજ બજાવતા એસ.ટી. નિગમના ડ્રાઈવર અને કંડક્ટરની તબિયત ન બગડે તે હેતુથી બગસરા એસ.ટી. ડેપો દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ડેપોના વહીવટી તંત્ર દ્વારા તમામ ફિલ્ડ કર્મચારીઓને ઓઆરએસ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેથી તેઓ ડિહાઈડ્રેશન જેવી સમસ્યાથી બચી શકે અને મુસાફરોની સેવા સુરક્ષિત રીતે કરી શકે તેમ ડેપો મેનેજર નિમિષાબા ગઢવીએ જણાવ્યું હતુ.