ઉનાળાની કાળઝાળ ગરમીમાં મુસાફરોને રાહત આપવાના ઉમદા હેતુથી આજે રાજુલા ડેપો ખાતે ઠંડી છાશના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજુલા ડેપો મેનેજર જોશી, ભરતભાઈ વરુ, ગૌતમકુમાર પઢિયાર, મિલનભાઈ ચાવડા, અને હર્ષભાઈ ડોડીયા સહિતના તમામ કર્મચારી મિત્રોએ સાથે મળીને ડેપો પર આવતા-જતા મુસાફરોને ઠંડી છાશ પીવડાવી હતી.