વડિયા ખાતે માલધારી સમાજ દ્વારા મચ્છુમાતા મંદિરે ૨૪ કલાકના ભવ્ય માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે રાજ્યના મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ ખાસ હાજરી આપી માતાજીના આશીર્વાદ લીધા હતા. સમાજ દ્વારા મંત્રીશ્રીનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા અને તાલુકા ભાજપના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.









































