અમરેલી શહેરમાં અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તારીખ ૧૮ ના રોજ રાત્રે પરશુરામ ધામ અમરેલી ખાતે વિમલભાઈ મહેતાના ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યમંત્રી કૌશિકભાઇ વેકરીયા, વસંતભાઈ મોવલીયા, પી.પી.સોજીત્રા સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પરશુરામ જયંતિના દિવસે નાગનાથ દાદાના ચરણોમાં વંદન કરી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી, અશ્વિનભાઈ સાવલીયા, ડો. જી.જે. ગજેરા, ડી.કે.રૈયાણી સહિત શહેરના વિવિધ સમાજના આગેવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના અગ્રણીઓ તથા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. શહેરના જુદા જુદા માર્ગો પર વેપારીઓ અને સંસ્થાઓ દ્વારા ઠંડાપીણા અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરશુરામ ધામ અમરેલી ખાતે સાંજની ભવ્ય મહા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સમીરભાઈ જાની, ચિરાગભાઈ ત્રિવેદી, મૌલિકભાઈ ઉપાધ્યાય, મુકુંદભાઈ મહેતા, વિશાલભાઈ ઠાકર, અનિલભાઈ ત્રિવેદી, રસિકભાઈ મહેતા પાર્થિવભાઈ પંડ્‌યા સહિતના બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવા બ્રહ્મ સમાજ અને મહિલા ટીમે જહેમત ઉઠાવી હતી.