રાજુલામાં રહેતા જયેશભાઈ સાલુંકેને જ્યારે પાંચ હજાર રૂપિયા ઉપાડવા માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાના એટીએમ પર ગયા હતા. કમનસીબે ટેકનિકલ ખામીને કારણે નાણા ન નિકળતા જયેશભાઈ નિરાશ થઈને બાજુના અન્ય એટીએમમાંથી રકમ ઉપાડી ઘરે પરત ફર્યા હતા.જયેશભાઈના ગયા બાદ તરત જ સમયસિંહ નામના અન્ય એક ગ્રાહક તે જ એટીએમ પર આવ્યા હતા. જેવું તેમણે પોતાનું ટ્રાન્ઝેક્શન શરૂ કર્યું કે તરત જ અગાઉ અટવાયેલા જયેશભાઈના પાંચ હજાર રૂપિયા મશીનમાંથી બહાર આવ્યા હતા. સમયસિંહે લાલચ રાખ્યા વગર તાત્કાલિક બેંક કર્મચારી પ્રદીપભાઈ ચાવડાને આ રકમ સોંપી દીધી હતી. પ્રદીપભાઈએ પણ નિષ્ઠાપૂર્વક સીસીટીવી ફૂટેજ અને બેંકિંગ સિસ્ટમની મદદથી મૂળ માલિકની શોધખોળ આદરી હતી. અંતે જયેશભાઈની ઓળખ થતા તેમને બેંકમાં રૂબરૂ બોલાવીને તેમના નાણાં પરત સોંપવામાં આવ્યા હતા.