રાજુલા પોલીસ સ્ટેશન દ્વારા તાજેતરમાં એક મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે જેમાં છેલ્લા બે વર્ષથી ભરણપોષણની રકમ ચૂકવવામાં કસૂરવાર અને નાસતા ફરતા આરોપી મેહુલભાઈ કિશોરભાઈ ઓઝાને ઝડપી પાડવામાં આવ્યો છે. ફેમિલી કોર્ટે પત્ની અને પુત્રના ભરણપોષણ પેટે માસિક કુલ ૨૦૦૦ રૂપિયા ચૂકવવાનો હુકમ કર્યો હતો જેની ૨૭ માસની ચડત રકમ ૫૪,૦૦૦ રૂપિયા બાકી હોવાથી કોર્ટે આરોપીને ૫૪૦ દિવસની સાદી કેદની સજા ફટકારી હતી. પોલીસ દ્વારા માનવ અને ટેકનિકલ સ્રોતોની મદદથી જૂની બારપટોળી ખાતેથી તેની અટકાયત કરવામાં આવી છે.









































