લીલીયા તાલુકાના ગોઢાવદર ગામે તાજેતરમાં એક દિવસીય ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં ખેડૂતોને જીવામૃત, ઘનજીવામૃત અને આચ્છાદન બનાવવાની પધ્ધતિઓ તેમજ અળસિયા ખાતર અને બાગાયત વિભાગની વિવિધ સબસિડી યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કૃષિ તાલીમ શિબિરમાં ઉપસ્થિત મહાનુભાવો અને કૃષિ સખીઓએ ઝેરમુક્ત ખેતી અપનાવી સ્વાસ્થ્યપ્રદ ખોરાક પકવવા પર ભાર મૂક્યો હતો.










































