વલસાડ જિલ્લામાં પૂરની ગંભીર સ્થિતિ વચ્ચે દમણ કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરની મદદથી પ્રથમ એર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે. વાપીના સલવાવ વિસ્તારમાં હ્યુન્ડાઈ શોરૂમ નજીક વીજ પોલ પર જીવ બચાવવા ચઢી ગયેલા યુવકને હેલિકોપ્ટર મારફતે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો. યુવક ગત દિવસથી તંત્રની મદદની રાહ જોઈ રહ્યો હતો.
જિલ્લાના અનેક વિસ્તારોમાં પૂરના પાણીનો પ્રવાહ એટલો વધુ છે કે ત્યાં દ્ગડ્ઢઇહ્લની બોટ પણ પહોંચી શકતી નથી. આવી સ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્રએ દમણ કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરની મદદ લીધી છે. હવે હેલિકોપ્ટર મારફતે દુર્ગમ વિસ્તારોમાં ફસાયેલા લોકોને ઝડપી રીતે સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવશે.
જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાનના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાંથી કુલ ૧૨,૭૫૪ લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, જ્યારે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોએ ૩૫૨ લોકોને પૂરના પાણીમાંથી સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને સલામત સ્થળે પહોંચાડ્યા છે.
સતત ભારે વરસાદને કારણે વલસાડની ઔરંગા નદી અને ધરમપુરની સ્વર્ગવાહિની નદી ઓવરફ્લો થઈ છે. ઉપરાંત વલસાડ શહેરનું હાલર તળાવ પણ છલકાતા આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મુશળધાર વરસાદ અને તેજ પવનના કારણે જિલ્લામાં અનેક સ્થળોએ નુકસાન નોંધાયું છે. કુલ ૧૮ પશુઓના મોત થયા છે, જ્યારે ૨૭ કાચા મકાન, ૧૧ પાકા મકાન અને એક કેટલ શેડને નુકસાન પહોંચ્યું છે. ઉપરાંત છ જેટલા વૃક્ષો ધરાશાયી થતાં રસ્તાઓ અવરોધાયા હતા, જેને વન વિભાગે તાત્કાલિક દૂર કરીને વાહનવ્યવહાર ફરી શરૂ કરાવ્યો.
સ્થળાંતરિત લોકોને શેલ્ટર હોમમાં રહેવા, જમવા અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર સાથે સેવાભાવી સંસ્થાઓ પણ જોડાઈ છે અને અસરગ્રસ્ત લોકોને આશરે ૩૦૦ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.
વલસાડ જિલ્લામાં પૂરની ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર,એનડીઆરએફ,એસડીઆરએફ અને અન્ય વિભાગોની ટીમો સતત મેદાનમાં કાર્યરત છે. પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જ્યાં જરૂર પડશે ત્યાં વધુ બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવશે. બનાસકાંઠામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તથા રાજ્યના બાકી જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા.
૨૭ જુલાઈ (સોમવાર) ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ભારે વરસાદનું યલો એલર્ટ.
૨૮ અને ૨૯ જુલાઈઃ ૨૮ જુલાઈથી વરસાદનું જાર ક્રમશઃ ઘટશે અને માત્ર ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ રહેશે. ૨૯ જુલાઈથી સમગ્ર રાજ્યમાં માત્ર હળવાથી મધ્યમ ઝાપટાં પડે તેવી શક્્યતા છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, એક સાથે ૪ જેટલી શક્તિશાળી હવામાન સિસ્ટમ્સ સક્રિય થવાના કારણે ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ બની છેઃ
મોન્સૂન ટ્રફઃ દરિયાઈ સપાટી પર મોન્સૂન ટ્રફ જેસલમેરથી થઈ ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાયેલી છે.