ે સાવરકુંડલા વિધાનસભા વિસ્તાર માટે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના માર્ગોને મજબૂત બનાવવા માટે કુલ રૂપિયા ૩૩.૯૮ કરોડના વિવિધ વિકાસકાર્યોને ૦૧ એપ્રિલ ૨૦૨૬ના રોજ સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત લીલીયા અને સાવરકુંડલા તાલુકાના કુલ ૧૭ નોન-પ્લાન રસ્તાઓના રિસર્ફસિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં મુખ્યત્વે ઘનશ્યામનગર-રાયડી રોડ માટે ૩.૬૦ કરોડ, પીપરડી-રાણીગામ રોડ માટે ૩.૬૬ કરોડ અને ડેડકડી-ભોકરવા રોડ માટે ૩.૫૦ કરોડ જેવી મોટી રકમની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત પુતળીયા, હાથીગઢ, લીખાળા, થોરડી અને શેલણા જેવા અનેક ગ્રામ્ય વિસ્તારોને જોડતા માર્ગોનું નવિનીકરણ કરવામાં આવશે. સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ મુખ્યમંત્રીનો આભાર માનતા જણાવ્યું હતું કે સરકારના આ સકારાત્મક અભિગમથી ગ્રામ્ય જનતાની પરિવહન સુવિધામાં મોટો સુધારો થશે અને વિકાસની ગતિ તેજ બનશે.








































