અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે ચક્કરગઢ, ચિતલ અને દેવળીયા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં થયેલી કેબલ ચોરીના ત્રણ મુખ્ય ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ કામગીરીમાં હમીર ઉર્ફે સમીર ધનાભાઇ પરમાર અને સંજય પરમાર નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ પાસેથી અંદાજે પાંચ કિલોગ્રામ કોપર વાયર જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓએ છેલ્લા આઠ માસ દરમિયાન અલગ-અલગ ખેતરો અને સરકારી કૂવાઓમાંથી કેબલ તેમજ લોખંડની ચોરી કરી હતી.










































