ચલાલામાં કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે જરૂરિયાતમંદ લોકો માટે વિનામૂલ્યે છાશ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. શ્રી નાગરદાસ દોશી સ્મારક નિધિ ટ્રસ્ટ અને દિવાળીબેન કાનજીભાઈ કાછડીયાના સૌજન્યથી આ ભગીરથ સેવાકાર્યનો શુભારંભ થયો છે. હાલમાં શહેરના પટેલવાડી, જૈનવાડી, હુંડકો નંબર-૨ અને દાનેવ સોસાયટીના ગાયત્રીનગર વિસ્તારમાં આ વિતરણ કેન્દ્રો ધમધમી રહ્યા છે.










































