અમરેલી જિલ્લામાં નશાબંધીના કડક અમલ માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં પાડવામાં આવેલા દરોડામાં કુલ ૧૬ લોકો પાસેથી પાસ-પરમિટ વગરનો દેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ વડાની સૂચનાથી અલગ-અલગ પોલીસ મથકો દ્વારા પોતપોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ૧૬ જેટલા ઈસમોને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે ૧૯ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અમરેલી પોલીસ દ્વારા દારૂ અને જુગાર જેવી
પ્રવૃત્તિઓ પર સતત વોચ રાખવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ ઝુંબેશ હજુ વધુ તેજ બનાવવામાં આવશે તેવી સૂચના પણ આપવામાં આવી છે.







































