રાજુલા તાલુકાના રામપરા-૨ ગામના રહેવાસી વાઘ ઘનશ્યામ હરસુરભાઈએ ‘માય ભારત બજેટ ક્વેસ્ટ ૨૦૨૬’ જેવી રાષ્ટ્રીય સ્પર્ધામાં નેશનલ લેવલ સુધી પસંદગી મેળવીને સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે. દેશભરમાંથી ૧૨ લાખથી વધુ યુવાનોએ ભાગ લીધો હતો જેમાંથી માત્ર ૧૪,૦૦૦ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની જ અંતિમ તબક્કા માટે વરણી કરવામાં આવી હતી. ગાંધીનગર ખાતે આયોજિત આ નેશનલ લેવલના રાઉન્ડમાં ઘનશ્યામને ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે સંવાદ કરવાની અમૂલ્ય તક અને પ્રમાણપત્ર પ્રાપ્ત થયા છે.










































